VIDEO: મહેસાણાની મોઢેરા ચોકડી પાસે ફોર્ચ્યુનર પર ફાયરિંગ, કારમાંથી બિનવારસી હથિયારો જપ્ત કરાયા
સોર્સ : gstv
મહેસાણાના મોઢેરા ચોકડી પાસે આવેલ પકવાન રેસ્ટોરન્ટ નજીક ફોર્ચ્યુનર ગાડીમાં બેઠેલા ત્રણ ઈસમો પર રોંગ સાઈડમાંથી આવેલી સ્કોર્પિયો કારે ટક્કર મારી ફાયરિંગ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટના બાદ ઈસમો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે તેમની ગાડીની તપાસ કરી હતી, જેમાંથી લાયસન્સ વગરની રિવોલ્વર, ૬ જીવતા કાર્તૂસ અને એક છરો મળી આવ્યા હતા. પોલીસે આ મામલે બીએનએસ, જીપી એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી ભાવેશ રબારી અને તેના સાથીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે અગાઉ પણ હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી જેવા ગુના દાખલ થયેલા છે.

