VIDEO: બહુચરાજી મંદિરમાં ભક્તોના સ્વાસ્થ્યની ચિંતા: પથ્થરની ડસ્ટ રોકવા ગ્રીન નેટ લગાવાઈ
સોર્સ : gstv
યાત્રાધામ બહુચરાજી મંદિરમાં નવરાત્રી અને દિવાળી જેવા આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને ભક્તોના સ્વાસ્થ્યની વિશેષ ચિંતા કરીને એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન મા બહુચરના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, ત્યારે મંદિરના ચાલી રહેલા નવનીકરણ કાર્ય દરમિયાન ઊડતી પથ્થરની ડસ્ટ રોકવાના પ્રયાસ હાથ ધરાયા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના નાયબ ઈજનેરની સૂચનાને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર મંદિર પરિસરની ફરતે ગ્રીન નેટ લગાવી દેવામાં આવી છે. મંદિરના વહીવટદાર અશોકભાઈ ઠક્કરે જણાવ્યા અનુસાર, આ ગ્રીન નેટના કારણે બાંધકામની પથ્થરની ડસ્ટ ઊડતી અટકશે અને દર્શાનાર્થે આવતા તમામ ભક્તોના સ્વાસ્થ્યની યોગ્ય સુરક્ષા જળવાઈ રહેશે.

