VIDEO: મહેસાણા રામપુરા કટોસણમાં જર્જરીત ટાંકીથી દુર્ઘટનાનો ભય
સોર્સ : gstv
મહેસાણાના રામપુરા (કટોસણ) ગામમાં જર્જરીત પાણીની ટાંકી અને બાલવાટિકાને કારણે મોટી દુર્ઘટનાનો ભય તોળાઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ જોખમી ટાંકીને તોડી પાડવા સ્થાનિકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તંત્ર નિદ્રાધીન હોય તેમ લાગે છે. ટાંકી આસપાસ લોકોની સતત અવરજવર અને પશુઓ બાંધેલા હોવાથી જો આ બાંધકામ અચાનક ધસી પડે તો મોટી જાનહાનિ થઈ શકે છે. ત્યારે આ જોખમી ટાંકી ઉતારી લેવાની માંગ ઉગ્ર થઈ છે....

