VIDEO: વડનગરમાં 108 કલાકારોની ડમરુ યાત્રાથી ગુંજી ઉઠ્યું સમગ્ર શહેર શિવમય
સોર્સ : gstv
શ્રાવણ ઉત્સવ-2026 અંતર્ગત મહેસાણાની ઐતિહાસિક નગરી વડનગરમાં ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ યાત્રામાં રાજ્ય કક્ષાના નાણાં અને ગૃહ રાજ્યમંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વહેલી સવારે ઘાંસકોળ દરવાજાથી શરૂ થયેલી યાત્રામાં 108 કલાકારોએ ડમરુ વાદન કરીને સમગ્ર વડનગરને શિવમય બનાવી દીધું હતું. યાત્રામાં સ્થાનિક નાગરિકો ઉપરાંત પાટણ જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા.

