Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Conference on Smart Technology for Medical and Health Sciences in Visnagar

VIDEO : વિસનગરમાં સ્માર્ટ ટેક્નોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ

Timeછેલ્લું અપડેટ : 15 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા જિલ્લામાં વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરના દ્વારા “સ્માર્ટ ટેક્નોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ” વિષય  ઉપર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્માર્ટ ટેકનોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ કોન્ફરન્સમાં 1800થી વધુ વિદ્યાર્થીઓ અને તજજ્ઞોએ ભાગ લીધો હતો. 

App Store

આ કોન્ફરન્સ વિશે માહિતી આપતા એસકે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં સ્વિટ્ઝર્લેન્ડ, અમેરિકા, પોર્ટુગલ જેવા વિકસિત દેશોના સ્માર્ટ ટેકનોલોજી ફોર મેડિકલ સાયન્સના 300થી વધુ નિષ્ણાતોએ પેપર રજૂ કરશે. વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાંથી શરૂ થયેલી કોન્ફરન્સ બાદ ગાંધીનગર NFSUમાં બે દિવસ કોન્ફરન્સ યોજાશે અને દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને તજજ્ઞો પોતાનું જ્ઞાન   14 અને 15 બે દિવસ રજૂ કરશે. મુખ્ય કોન્ફરન્સ  ગાંધીનગર ખાતે ડિજિટલ હેલ્થ સિસ્ટમ્સ, વેરેબલ હેલ્થ ટેક્નોલોજી, પ્રેડિક્ટિવ એનાલિટિક્સ અને સ્માર્ટ મેડિકલ ઇનોવેશન્સ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.