VIDEO: બોલાચાલીમાં યુવકની ઘાતકી હત્યા, નંદાસણમાં જૂની અદાવતે લીધો લોહિયાળ વળાંક!
સોર્સ : gstv
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જૂની બોલાચાલીની કૌટુંબિક અદાવતમાં એક યુવકની ગંભીર હત્યા કરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ હિંસક બનાવ અંગે નંદાસણ પોલીસ મથકે ચાર નામજોગ ઇસમો સહિત એકંદરે છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જૂની વેરઝેરની બાબતમાં ઉશ્કેરાઈને આરોપીઓએ આ ઘાતકી ગુનાને અંજામ આપતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નંદાસણ પોલીસે ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્ર ગતિમાન કર્યા છે. પોલીસે ફરાર થઈ ગયેલા તમામ હત્યારાઓને વહેલી તકે દબોચી લેવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી સઘન તપાસ હાથ ધરી છે.

