Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : An FIR was finally registered in the fake ghee scam caught two years ago in Budasan, Kadi.

VIDEO: કડીના બુડાસણમાં બે વર્ષ અગાઉ ઝડપાયેલા બનાવટી ઘી કૌભાંડમાં આખરે એફઆઈઆર નોંધાઈ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

​મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામેથી બે વર્ષ અગાઉ ઝડપાયેલા કરોડો રૂપિયાના બોગસ ઘી બનાવવાના કૌભાંડમાં આખરે પોલીસે ગુનો નોંધીને મોટી કાર્યવાહી કરી છે. આ ચર્ચાસ્પદ ગુનો ૧૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ બન્યો હતો, પરંતુ એફએસએલ અને લેબ રિપોર્ટ મોડા આવવાના કારણે એફઆઈઆર નોંધવામાં બે વર્ષ જેટલો વિલંબ થયો હતો. આખરે પોલીસે ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સત્તાવાર ફરિયાદ નોંધી છે. તે સમયે પોલીસ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી રૂ ૧.૨૪ કરોડનો બનાવટી ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં અમદાવાદના વેપારી જનક ભાવસાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં કડી પોલીસે આ મામલે આગળની કાનૂની તપાસ અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News