Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : A wave of protests erupted in the villages merged with Mahesana Municipality

VIDEO: Mahesana મનપામાં ભળેલા ગામોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો, ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચિમકી

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા મહાનગરપાલિકામાં ભળેલા ગામોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. તાવડિયા અને ઉચરપી બાદ હવે દેલા ગામમાં પણ ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. ભારતમાલા હાઈવે અને ઈન્ડસ્ટ્રિયલ ઝોનમાં પોતાની મહામૂલી જમીનો જતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store

ગ્રામજનોનો આક્ષેપ છે કે જમીનો છીનવાતા તેમની ખેતી અને પશુપાલન પર જોખમ ઊભું થયું છે. મામલો હાઈકોર્ટમાં હોવા છતાં ચૂંટણી જાહેર થતા રોષે ભરાયેલા લોકોએ "કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશવો નહીં" તેવા બેનરો લગાવી દીધા છે. ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ દેલા ગામના આ મિજાજે રાજકીય પક્ષોમાં ચિંતા વધારી દીધી છે.