VIDEO: ઉંઝા-મહેસાણા હાઈવે પર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી
સોર્સ : GSTV
મહેસાણા જિલ્લાના ઉંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ઉભેલા એક ખટારા ટ્રક પાછળ અન્ય ટ્રક ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક ચાલક અખિલેશ મોહનલાલ યાદવ કેબિનમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ઉંઝા ફાયર વિભાગ અને મહેસાણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અંદાજે બે કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ડ્રાઈવરને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે ઉંઝા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

