VIDEO: ઊંઝામાં ઊર્જામંત્રીની ઉપસ્થિતિમાં ૭૭મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો: 'એક પેડ માઁ કે નામ' હેઠળ વૃક્ષારોપણ
સોર્સ : gstv
મહેસાણા જિલ્લામાં વન વિસ્તાર વધારવા માટે વન વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઊંઝા મુકામે ઊર્જામંત્રી ઋષિકેશ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોને વૃક્ષારોપણ કરવા તેમજ વૃક્ષોનું યોગ્ય જતન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ મહેસાણા જિલ્લાના પ્રજાપ્રતિનિધિઓ અને ધારાસભ્યોએ "એક પેડ માઁ કે નામ" અભિયાન હેઠળ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી વન વિભાગના આ હરિયાળા અભિયાનને વધુ વેગવંતુ બનાવ્યું હતું.

