મહિસાગરના કોયડમમાં આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરાઈ, જાણો શું છે મામલો

ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી વિજિલન્સ ટીમ દ્વારા 32 આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતા 9 કોલેજોમાં ત્રુટી બહાર આવી છે. જેમાં મહીસાગરની કોયડમ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. આયુર્વેદિકનું સ્તર વધુ ઊંચું લઈ જવા માટે માન્યતા રદ કરવામાં આવી છે. કોલેજમાં સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓનો અભાવને લઈ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા.
કોયડમ ખાતે આવેલી આયુર્વેદિક કોલેજની ચાલુ વર્ષની માન્યતા રદ કરવામાં આવી છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા કેટલીક કોલેજોમાં ખામી હોવાને લઈ તેમના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવ્યા હતા તેમજ તેમની પાસેથી પેનલ્ટી પણ લેવામાં આવતી હતી. પરિણામે આ વખતે યુનિવર્સિટીએ એકાએક પોતાની વિચારધારા બદલી અને સીટો કાપી નાખવાની કાર્યવાહી કરતાં સંબંધિત વર્તુળોને ચોંકાવ્યા છે.

