VIDEO: મહીસાગર / ફેસબુક પર ફોટા કેમ મૂકે છે કહી કર્યો હુમલો, 3 સામે લૂંટ વિથ મારામારીની ગંભીર ફરિયાદ નોંધાઈ
સોર્સ : gstv
મહીસાગર જિલ્લામાં ભાજપના દિગ્ગજ નેતા અને જિલ્લા પંચાયત પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુકલ સહિત ત્રણ ઇસમો સામે લૂંટ વિથ મારામારીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. વીરપુરના રહીશ અને પિનાકીન શુકલની ઓફિસના પૂર્વ કર્મચારી ભદ્રેશ સુથારના ઘરે રાત્રિના સમયે પિનાકીન શુકલ, ગૌરાંગ જોશી, ચિરાગ બામણીયા અને અન્ય એક વ્યક્તિએ ધસી જઈ હુમલો કર્યો હતો. ફેસબુક પર ફોટા કેમ મૂકે છે તેમ કહી લોખંડની પાઇપ અને લાકડાના દંડા વડે ભદ્રેશ સુથારને માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓ ભદ્રેશ સુથારનું લેપટોપ અને મોબાઈલ પણ લૂંટી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

