મહિસાગર: લુણાવાડાની મહેરુનનિશા મસ્જિદ પર વાગતા લાઉડ સ્પીકરે કર્યો જાહેરનામાનો ભંગ

રાજ્યના મહિસાગરના લુણાવાડામાં આવેલી મહેરુનનિશા મસ્જિદ પર વાગતા લાઉડ સ્પીકરે જાહેરનામાનો ભંગ કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે નિયમનો ભંગ થતા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું.
મસ્જિદ પર વાગતા લાઉડ સ્પીકરને ઉતરી લેવામાં આવ્યું
તંત્રે મસ્જિદ પર વાગતા લાઉડ સ્પીકરને ઉતરી લેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાહેરનામાનો ભંગ કરતા મહીસાગર પોલીસે આ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: દાહોદ જિલ્લામાં મનરેગામાં મંત્રીપુત્રએ 100 કરોડનો આચર્યો ભ્રષ્ટાચાર, સ્થાનિકોએ લગાવ્યા ગંભીર આક્ષેપ
હોસ્પિટલ, શાળા અને સ્થાનિક રહીશો આ મામલે કરી હતી ફરિયાદ
નોઈસ પોલ્યુશનના એક્ટ મુજબ સુપ્રીમ કોર્ટની જોગવાઈઓ અનુસાર અમુક ડેસિબલથી વધારે ઊંચા અવાજથી વગાડતા સ્પીકર પર પોલીસ કાર્યવાહી કરી શકે છે. આ મામલે મસ્જિદની પાસે આવેલી હોસ્પિટલ, શાળા અને સ્થાનિક રહીશોની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

