Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Minister's son commits corruption worth Rs 100 crore in MNREGA in Dahod district

દાહોદ જિલ્લામાં મનરેગામાં મંત્રીપુત્રએ 100 કરોડનો આચર્યો ભ્રષ્ટાચાર, સ્થાનિકોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 21 Jan 2025
લાઇવ ટીવીGoogle News
દાહોદ જિલ્લામાં મનરેગામાં મંત્રીપુત્રએ 100 કરોડનો આચર્યો ભ્રષ્ટાચાર, સ્થાનિકોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે ગેરરીતી થઈ હોવાની ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી છે. દાહોદ જિલ્લો છેલ્લા કેટલાંક સમયથી વિવાદમાં ઘેરાયેલો રહ્યો છે. કેમકે, આજ વિસ્તારમાંથી નકલી સરકારી કચેરી પણ ઝડપાઈ હતી, જેમાં ખુદ મંત્રીએ જ ગ્રાન્ટની ફાળવણી કરવા ભલામણ કરી હતી. આ કૌભાંડની હજુ શાહી સુકાઈ નથી.

App Store

ભાજપ સરકારના એક મંત્રીના પુત્રના કરતૂત બહાર આવ્યાં

ત્યાં ભાજપ સરકારના એક મંત્રીના પુત્રના કરતૂત બહાર આવ્યાં છે. દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામમાં 17 કીમી અને રેઢાણા ગામમાં 13 કીમી માટી મેટલના રસ્તા બનાવવા રાજ ટ્રેડર્સ, એન. જે એન્ટરપ્રાઈઝ અને રાજ કન્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સ્થાનિકોએ ફરિયાદ કરી છે કે આ કોન્ટ્રક્ટ કંપની ખુદ ભાજપના મંત્રીપુત્રની છે. મનરેગા યોજના હેઠળ વિકાસના કામો કરવામાં આવ્યાં નથી.

બારોબાર બિલ બનાવી મંત્રીપુત્રના ખાતામાં નાણાં ચૂકવી દેવાયાં

સ્થળ પર કામો કરાયાં નથી તેમ છતાંય બારોબાર બિલ બનાવી મંત્રીપુત્રના ખાતામાં નાણાં ચૂકવી દેવાયાં છે, 339 ચેકડેમ બનાવાય નથી તેમ છતાંય પૈસા ચૂકવાયા છે તે સરપંચો- ગ્રામજનોને પણ ખબર નથી. બધુંય કાગળ પર ચાલી રહ્યું છે. ભ્રષ્ટ અધિકારી પણ મંત્રીપુત્રની એજન્સીઓને કામ આપે છે.

આ પણ વાંચો: VIDEO: વલસાડના સુરવાડા વિસ્તારના જાહેર માર્ગ પર દીપડાના આંટાફેરા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

વર્ષોથી આ પ્રકારે ગેરરીતી આચરી મંત્રીપુત્રીએ લાખો કરોડોને કમાણી કરી છે. આ મામલે સ્થાનિકોએ લેખિત ફરિયાદ કરી હોવા છતાંય ભ્રષ્ટ તંત્રએ લેખિત ફરિયાદ કરી હોવા છતાંય ભ્રષ્ટ તંત્રે કોઈ પગલાં ભર્યા નથી. સ્થાનિકોએ મંત્રીપુત્રને ચેલેન્જ આપી છે કે, જો સ્થળ પર કામો કર્યા હોય તો પુરાવા સાથે દેખાડો. 40થી વધુ ગ્રામજનોએ તો મંત્રીપુત્રના વિરુદ્ધ વિકાસના કામો કર્યાં નથી તેવી લેખિતમાં એફિડેવિટ આપી છે.