VIDEO: પત્નિ સામે જ પતિએ ત્રણ વર્ષના સગા દિકરાને કૂવામાં ફેંકી દીધો
સોર્સ : gstv
મહીસાગરના સંતરામપુર તાલુકાના ઝાલદડા ગામે પિતાએ જ પોતાના ૩ માસના માસૂમ પુત્ર લવ્યાંશની કૂવામાં ફેંકીને હત્યા કરી નાખી છે. પત્ની વારંવાર પિયર જતી હોવાની અદાવત અને શંકા-વહેમના કારણે આશીષ ભુરીયા નામના શખ્સે પત્ની સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. આવેશમાં આવીને પાપી પિતાએ આ છોકરો મારો છે તેની શું સાબિતી? તેમ કહીને ખાટલામાં સૂતેલા બાળકને ઊંચકીને ઘર નજીકના કૂવામાં ફેંકી દીધો હતો. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. સંતરામપુર પોલીસે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલી, માતા હિનાબેનની ફરિયાદના આધારે હત્યારા પિતા સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

