Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shubham's wife thanks PM Modi for taking revenge for Pahalgam terror attack

'મારા પતિના મોતનો બદલો લઇ લીધો,PM મોદી તમારો આભાર' પહેલગામમાં માર્યા ગયેલા શુભમના પત્નિ

Timeછેલ્લું અપડેટ : 07 May 2025
લાઇવ ટીવીGoogle News
'મારા પતિના મોતનો બદલો લઇ લીધો,PM મોદી તમારો આભાર' પહેલગામમાં માર્યા ગયેલા શુભમના પત્નિ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલામાં 26 લોકોના મોતનો ભારતે બદલો લઇ લીધો છે. ભારતે પાકિસ્તાનમાં મોડી રાત્રે એરસ્ટ્રાઇક કરી આતંકીઓને ઠેકાણાને નષ્ટ કર્યા છે. ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યા છે અને પહેલગામમાં વિધવા બનેલી ભારતની દીકરીઓને ન્યાય અપાવ્યો છે.

App Store

પહેલગામ હુમલામાં કાનપુરના 31 વર્ષીય શુભમ દ્વિવેદીએ પણ આતંકી હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. લગ્નના બે મહિના પણ થયા નહતા ત્યારે શુભમના પત્ની એશાન્યા દ્વિવેદીએ એરસ્ટ્રાઇક કરીને આતંકી હુમલાનો બદલો લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

શુભમના પત્નીએ PM મોદીનો માન્યો આભાર

એશાન્યાએ એક ભાવુક નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. એશાન્યાએ કહ્યું, "હું પીએમ મોદીને મારા પતિના મોતનો બદલો લેવા માટે આભાર માનવા માંગુ છું. મારા પુરા પરિવારને તેમના પર વિશ્વાસ હતો અને જે રીતે (પાકિસ્તાનને) જવાબ આપ્યો, તેમને અમારો વિશ્વાસ જીવિત રાખ્યો. આ મારા પતિને સાચી શ્રદ્ધાંજલિ છે. મારા પતિ જ્યા કઇ પણ હશે તે આજે શાંતિમાં હશે." 

 

ટોપિક્સ:operation sindoor