VIDEO: લુણાવાડામાં ફૂડ સેફ્ટી વિભાગ એક્શનમાંઃ હોટલો અને હોસ્ટેલમાં તપાસ
સોર્સ : gstv
મહીસાગરના લુણાવાડામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગિલિયન-બેરે સિન્ડ્રોમ ના વધતા કિસ્સાઓને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. છેલ્લા બે દિવસથી શહેરની હોટલો, નાસ્તાની દુકાનો, લારી-ગલ્લાઓ તેમજ શાળાઓ અને છાત્રાલયોમાં ખોરાકની ગુણવત્તાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન આવકાર રેસ્ટોરન્ટ અને બક્ષી પંચ છાત્રાલયોમાં સ્વચ્છતાના અભાવે સંચાલકોને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ લુણાવાડા નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહેલા લારી-ગલ્લાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

