VIDEO: મચ્છીમારી મામલે યુવક પર હુમલો, 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ
સોર્સ : gstv
મહીસાગર જિલ્લાના વરધરી ગામે મચ્છીમારી મામલે યુવક પર હુમલો થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ જૈન જુબેરખાન પઠાણ પોતાની કાર લઈને ચિકન લેવા જઈ રહ્યા હતા, ત્યારે વરધરી ચોકડી પાસે 10 લોકોએ તેમને રોક્યા હતા. તળાવની પાળે નહીં આવવા બાબતે બોલાચાલી થયા બાદ ફરિયાદી કાર લઈને વરધરી આઉટપોસ્ટ તરફ ગયા હતા. જોકે, આઉટપોસ્ટ નજીક જ લાકડીના ડંડા વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે કોઠંબા સરકારી દવાખાને ખસેડાયો હતો. યાસીનખાન સિંધી સહિત 10 લોકો વિરુદ્ધ કોઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

