VIDEO: ગુજરાત યુનિવર્સિટી કૌભાંડ મામલે તપાસ કમિટી તપાસશે
સોર્સ : gstv
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સાથે જોડાયેલા કૌભાંડના આક્ષેપો મામલે ઈનચાર્જ કુલપતિ જગદીશ જોશીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે 32 કરોડના પ્રોજેક્ટના નાણાં અંગે પ્રક્રિયા કર્યા વગર અથવા જાણ બહાર કાર્યવાહી થઈ હોવાના આક્ષેપો થયા છે. સમગ્ર મામલે નિવૃત્ત જજ દીપક વ્યાસની અધ્યક્ષતામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને આ મુદ્દાની પણ એ જ કમિટી તપાસ કરશે. છેલ્લા ચાર વર્ષમાં ફંડની ફાળવણી, વહીવટી નિર્ણયો અને નિયમો મુજબ થયેલી નિમણૂકો અંગે તપાસ બાદ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. વિવાદ સંબંધિત નકલો અને અન્ય જરૂરી દસ્તાવેજો તપાસ કમિટીને સોંપવામાં આવ્યા છે.

