VIDEO: એક જ વ્યક્તિ પાસે બે અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રનો વિવાદ
મહિસાગર જિલ્લામાંથી જાતિના પ્રમાણપત્રનો વિવાદ સામે આવ્યો છે. સાઢપાડીયા ગામના સરપંચ કુણાલભાઈ પાદરીયા પાસે OBC અને STનું પ્રમાણપત્ર હોવાનું સામે આવ્યું. વિશ્લેષણ સમિતિ દ્વારા અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર રદ કરવા અને ફરિયાદ નોંધવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ કર્યો. આ વિગતો ત્યારે સામે આવી કે જ્યારે કુણાલભાઈ પાદરીયાએ સાઢપાડીયા ગામમાંથી સરપંચની ચૂંટણી લડી તો સામેના ઉમેદવારે તેમની પાસે બે અલગ અલગ જાતિના પ્રમાણપત્રો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે પાંચ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો અને જુલાઈ 2026 માં વિશ્લેષણ સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યું અને તેઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કુણાલભાઈ પાદરીયા પાસે જે એસટીનો દાખલો છે તે ખોટો અને તેઓ ઓબીસી વર્ગમાં આવે છે. જેથી વિશ્લેષણ સમિતિ દ્વારા આ દાખલો જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

