VIDEO: લુણાવાડામાં પાનમ નદીમાં નવા નીરથી ચેકડેમ ઓવરફ્લો
સોર્સ : gstv
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત પાનમ નદીમાં નવા નીર આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ગોધરા રોડ પુલ પાસે આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો છે. ઉનાળા દરમિયાન ચેકડેમનું જળસ્તર અંદાજે એક ફૂટ જેટલું ઘટી ગયું હતું, પરંતુ વરસાદ બાદ ફરી પાણીની આવક શરૂ થઈ છે. ચેકડેમ ઓવરફ્લો થતાં લુણાવાડા શહેરના પીવાના પાણીની ચિંતા હળવી બની છે. પાનમ નદીમાં નવા નીર આવતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

