Video: લુણાવાડામાં તલાટીની દબંગાઈ, રજૂઆત કરવા આવેલા અરજદારને લાફો ઝિંક્યો
સોર્સ : GSTV
મહીસાગરના લુણાવાડાના પટ્ટણ ગામના તલાટી કમ મંત્રીનો દબંગ અવતાર જોવા મળ્યો હતો. અરજદાર સરકારી જમીનને નુકસાન થઈ રહ્યું હોવાની જાણ કરવા તલાટી કમ મંત્રી પાસે ગયો, ત્યારે તલાટી કમ મંત્રી પિત્તો ગુમાવી અરજદાર પર ભડક્યા અને હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે તુ તારો વેરો પહેલા ભર. જોકે અરજદારે કહ્યું કે તે વેરો ભરી દેશે, પણ સરકારી જમીનને નુકસાન થઈ રહ્યું છે. તેની જાણ કરવા આવ્યો છું. તલાટીના આવા ઉદ્ધત વર્તનનો વિડીયો વાયરલ થતાં લોકોમાં રોષની લાગણી છે.

