VIDEO: કડાણામાં ચાંદીપુરમ વાયરસથી બાળકીના મોત બાદ તંત્ર હરકતમાં
સોર્સ : gstv
મહીસાગરના કડાણા તાલુકાના આકલીયા ગામે ચાંદીપુરમ વાયરસના કારણે બાળકીના મોત બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી સીઆર પટેલિયા સહિતની ટીમે ગામમાં પહોંચીને વિવિધ વિસ્તારો અને ઘરોમાં સર્વે હાથ ધર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે લીપણ તથા માટીવાળા મકાનો સહિત આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કર્યો હતો. સાવચેતીના ભાગરૂપે ટીમે ગ્રામજનોને જરૂરી તકેદારી રાખવા અને આરોગ્ય અંગે સમજણ આપી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીએ મૃતક બાળકીના પરિવારની મુલાકાત લઈ યોગ્ય સાવચેતી અને આરોગ્યલક્ષી સૂચનો આપ્યા હતા.

