Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Bharatiya Kisan Sangh Maidan gets rain in Mahisagar

VIDEO: મહીસાગરમાં વરસાદ ખેંચાતા ભારતીય કિસાન સંઘ મેદાને

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. કિસાન સંઘે ખેડૂતોની ચિંતા દૂર કરવા સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવા અને તળાવો ભરવાની માંગ કરી છે. સાથે જ પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ રહે તેમજ ખેડૂતોને પૂરતી અને નિયમિત વીજળી મળે તેવી રજૂઆત કરાઈ છે. વરસાદના અભાવે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સરકાર ખેડૂતોની વેદના સમજે તેવી અપીલ કરવામાં આવી છે.

App Store