VIDEO: મહીસાગર જિલ્લાના અરજદારોને હવે SP કચેરી સુધી નહિ જવું પડે, પોલીસ અધિક્ષકે લીધો આ આવકારદાયક નિર્ણય
સોર્સ : gstv
મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને પ્રજા લક્ષી અભિગમ દાખવતા મહત્વનો નિર્ણય કર્યો છે. જિલ્લાના કોઈપણ વ્યક્તિને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સુધી લાંબા ન થવું પડે તે હેતુથી, તેમણે પોતે જ પ્રજાની વચ્ચે જવાનો નિર્ણય લીધો છે.
આ આયોજન હેઠળ, દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે તેઓ સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે કડાણા અને સંતરામપુરના નાગરિકો માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે બીજા અને ચોથા બુધવારે બાલાસિનોર અને વીરપુરના રહીશો માટે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેશે. આ અભિગમથી અરજદારોના સમય, નાણાં અને પેટ્રોલની બચત થશે, સાથે જ પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

