VIDEO: મહીસાગરમાં વનકર્મીઓનું આંદોલનનું એલાન
સોર્સ : gstv
મહીસાગર જિલ્લામાં વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આંદોલનનું એલાન કર્યું છે. કર્મચારીઓએ નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર પાઠવી સુરક્ષા તથા સિક્યુરિટી એલાઉન્સ આપવા સહિતની પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. રજાના દિવસે ફરજનું સંપૂર્ણ વળતર, રજા પગારની ગણતરી બેઝિક અને ડીએના ધોરણે કરવા તેમજ પગારધોરણની વિસંગતતા દૂર કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત વનપાલની ભરતી બંધ કરવા, ખાલી પડેલી જગ્યાઓનું મહેકમ પુનઃ શરૂ કરવા અને લાંબા સમયથી પડતર બદલીના પ્રશ્નો ઉકેલવાની માંગ છે. માંગણીઓ નહીં સંતોષાય તો કાળી પટ્ટી, પેન ડાઉન, માસ સી.એલ. અને ત્યારબાદ અનિશ્ચિતકાળની હડતાળ સહિત તબક્કાવાર આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.

