Morbi news: કચ્છ માળિયા હાઈવે પર ટ્રિપલ અકસ્માત બાદ વાહનો બળીને ખાખ, 2 બાળકો સહિત 4 લોકો જીવતા ભડથું

ગુજરાતમાં ભયનાક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના કચ્છના સુરજબારી ટોલ નાકા પાસે મોડી રાતે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમા એક ટ્રક, ટેન્કર અને કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ ટક્કર બાદ તમામ વાહનોમાં ભયાનક આગ લાગી ગઈ હતી. જેના કારણે આગ લાગી અને ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં 2 બાળકો એક ટ્રક ડ્રાઈવર અને એક ક્લિનરના મોત નિપજ્યા હતા.
ઇજાગ્રસ્ત ના નામ
ગૌતમ બીરબલ રામ રહે યુપી ટ્રક ચાલક
કાંતિલાલ વેલજીભાઈ આહીર
ડાંગર વિષ્ણુભાઇ દેવરાજભાઈ
બાબરીયા મીત રમેશભાઈ
બાપોદરા શિવમ નારણભાઈ
જરૂક્રિષ્ના રમેશભાઈ
જરુક્રિષા ગોપાલભાઈ
ઘટનાની જાણ થતા ફાયરની ટીમો દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ
ઘટનાની જાણ થતા ફાયરની ટીમો દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનામાં મોરબી અને ભચાઉ ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી, જેમાં પાંચ બાળકો અને બે અન્ય લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા.
મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી, અને ઘટના સ્થળે બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી. પોલીસ અકસ્માતના કારણો નક્કી કરવા માટે તપાસ કરી રહી છે.

