VIDEO: કચ્છના માંડવીમાં ભારે વરસાદ બાદ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ, જનજીવન પૂર્વવત બન્યું
સોર્સ : gstv
કચ્છના માંડવી વિસ્તારમાં ભારે વરસાદ બાદ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી ગઈ છે અને જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું છે.....મામલતદાર દ્વારા મળેલી માહિતી અનુસાર, શહેર અને ગ્રામ્ય વિસ્તારોના તમામ રસ્તાઓ પરથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાતા પાણી ઝડપથી ઓસરી ગયા છે..... તંત્રની સમયસરની કામગીરી અને સતત મોનિટરિંગને કારણે વાહનવ્યવહાર ફરી પૂર્વવત થઈ ગયો છે.....નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને પડેલી મુશ્કેલીઓ હવે દૂર થઈ છે. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે અને પ્રશાસન કોઈપણ કટોકટીને પહોંચી વળવા હજુ પણ સતર્ક છે.

