VIDEO: કચ્છમાં વ્યાજખોરો પર પોલીસની કાર્યવાહી: ૨.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ
સોર્સ : gstv
કચ્છના અબડાસાના કોઠારા પોલીસ મથકે ગેરકાયદે વ્યાજખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓની ધરપકડ કરી છે અને ૨ કરોડ ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે…પીડિત યુવકે વર્ષ 2021માં 10 ટકાના ઊંચા વ્યાજે સાડા ચાર લાખ રૂપિયા લીધા હતા. વ્યાજ ન ચૂકવાતા આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી ૫૦ લાખની ૬ એકર જમીન બળજબરીથી પડાવી લીધી હતી. પોલીસે દરોડા પાડી 1 કરોડ 24 લાખ રૂપિયાની રોકડ, 831 ગ્રામ સોનું, જમીનના દસ્તાવેજો અને કોરા ચેક કબજે કર્યા છે. આ મામલે પોલીસ વધુ તપાસ ચાલુ છે.

