VIDEO: કચ્છમાં સારા વરસાદને પગલે નદી-નાળામાં નવા નીર
સોર્સ : gstv
કચ્છના ભુજ તાલુકાના જાંબુડી-કોટડા વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સારા વરસાદને પગલે ચકાર નદીમાં વરસાદી પાણીની આવક શરૂ થઈ છે, જ્યારે બરાયા નદીમાં પણ પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. મુન્દ્રા પંથકમાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું છે. નદી-નાળાઓમાં નવા નીરની આવક થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે. વરસાદથી સૂકાઈ ગયેલી ધરતીને નવજીવન મળ્યું છે અને મુન્દ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની મહેરથી લોકોમાં ખુશીનો માહોલ છે.

