VIDEO: નખત્રાણાના આમારા ગામના તળાવમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશી
સોર્સ : gstv
નખત્રાણાના આમારા ગામનું તળાવ ગઈકાલના વરસાદ બાદ નવા નીરથી ઓગણ્યું છે. તળાવ ઓગણતાં સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગામના સરપંચ દ્વારા તળાવના વધામણા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. લાંબા સમય બાદ તળાવમાં નવા નીર આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. વરસાદથી તળાવમાં પાણીની આવક થતાં ગામમાં પાણીની સમસ્યામાં પણ રાહત મળવાની આશા છે.

