VIDEO: કચ્છ: મુન્દ્રાની લેબર કોલોનીમાં SOGના દરોડા, ૧૫.૫૪ લાખના ૩૧ કિલો ગાંજા સાથે બે યુવકોની ધરપકડ
સોર્સ : gstv
કચ્છના મુન્દ્રા સ્થિત મોટા કાંડાગરાની લેબર કોલોનીની એક ઓરડીમાં પશ્ચિમ કચ્છ SOG દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 31 કિલોગ્રામ પ્રતિબંધિત ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે 15 લાખ 54 હજાર રૂપિયા થાય છે.....પોલીસે આ કેસમાં વિવેક રાજેશ ચૌહાણ અને સચિન ઉમેશ ચૌધરી નામના બે બિહારી યુવકોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ છૂટક વેચાણ કરવાના હેતુથી આ જથ્થો લેબર કોલોનીમાં લાવ્યા હતા. SOG દ્વારા આ રેકેટમાં અન્ય કોણ સંમેલિત છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

