Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Kutch news: 23 earthquake tremors recorded in 2 days, fear among people

Kutch news: 2 દિવસમાં ભૂકંપના 23 આંચકાઓ નોંધાતા લોકોમાં ભય

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભુકંપ ઝોનમાં આવતા કચ્છમાં ભુકંપના આંચકાઓ એ કોઇ નવી વાત નથી. 2001માં આવેલા વિનાશક ભુકંપ પછી સતત કચ્છના પેટાણમાં સડવડાટ જોવા મળી રહ્યો છે. અહીં ભુકંપના હળવા કંપનથી લઇ મોટા આંચકાઓ નોંધાઇ રહ્યા છે. જિલ્લામાં ગઈ કાલે અને આજ સવાર સુંધી કુલ નાના મોટા કુલ 23 આંચકા નોંધાઈ ચૂક્યા છે. જે મહા ભૂકપંની આશંકા આપી રહ્યું છે. સતત આવેલ આંચકાના કારણે હવે લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.

App Store

કચ્છમાં આજ નહીં તો કાલ મોટા ભૂકંપની આશંકા

તજજ્ઞો દ્વારા અનુમાન લગાવામાં આવી રહ્યો છે કે, કચ્છમાં આજ નહીં તો કાલ મોટા ભૂકંપની આશંકા ચોક્કસથી છે. સતત આવી રહેલા ભૂકંપના આંચકાને લઈને કચ્છ યુનિવર્સિટીના જ્યોલોજિસ્ટ ડો. ગૌરવ ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે, કચ્છમાં સતત આવી રહેલા ભૂકંપના આંચકાની વચ્ચે કચ્છમાં મોટા ભૂકંપની આશંકા સેવાઈ રહી છે. 

કચ્છને *Zone 6*માં મૂકવામાં આવ્યું

હાલ સમગ્ર ભારતમાં અર્થક્વિક જોનેશન થયું, એમાં કચ્છને "Zone 6"માં મૂકવામાં આવ્યું હતું. "Zone 6"માં મોટા ભૂકંપની આશંકા ચોક્કસ હોય છે. એટલે કચ્છમાં ગમે ત્યારે મોટો ભૂકપં આવી શકે છે. કચ્છમાં 10 થી વધુ ભૂકંપની ફોલ્ટ લાઈનો જણાઈ આવે છે જે આજે પણ એક્ટિવ છે. ફોલ્ટ લાઇનના કારણે જ કચ્છમાં ભૂકંપનું પ્રમાણ વધ્યું છે.

કુલ 23 જેટલા આંચકાઓ નોંધાયા

ગઈ કાલે રાપરમાં સવારે 4.6ની તિવ્રતાનો આંચકો નોંધાયા બાદ સવારે 9 વાગે 2.5ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો. ત્યાર બાદ 3ની તિવ્રતાનો આંચકો નોંધાયો, જે જણાવે છે કે કચ્છમાં મોટો ભૂકપં આવી શકે છે. આજે પણ કચ્છમાં 2.5ની તિવ્રતાનો ભૂકંપ મોડી રાત્રે 1:30 મિનિટે નોંધાયો છે.

આમ, તારીખ 26થી 27 ડિસેમ્બર એટલે કે આજ દિન સુધી કુલ 23 જેટલા આંચકાઓ નોંધાઈ ચૂક્યા છે. જે ગંભીર બાબત છે. 2001માં કચ્છમાં જે ભૂકંપ આવ્યો હતો, એ ફોલ્ટ લાઇનમાં આ ભૂકંપ નથી આવી રહ્યા, આ બીજી સક્રિય થયેલ ફોલ્ટ લાઇનમાં આવી રહ્યા છે. જે 2001 કરતા પણ ભયંકર ભૂકંપ લાવી શકે છે. ભૂકંપ માટે હવે કચ્છના લોકોમાં જાગૃતા લાવવી જરૂરી છે.