Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Joint operation by Gujarat ATS and Coast Guard

VIDEO: ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન, કરોડોની કિંમતના કોકેઈનના જથ્થાનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે મુંદ્રાથી 10 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી બ્રાઝીલથી કાર્ગો જહાજમાં આવી રહેલા કરોડોની કિંમતના કોકેઈનના જથ્થાનો પર્દાફાશ કર્યો છે. યુરોપ નામના કાર્ગો જહાજમાં મોટર રૂમમાં સંતાડેલી 150 કિલો કોકેઈન ભરેલી 6 થેલીઓ દિલ્હીમાં ડિલિવરી કરવાની હતી. જે દરમિયાન કોસ્ટ ગાર્ડને જોઈને તાંઝાનિયાના બે ક્રૂ મેમ્બરોએ થેલા દરિયામાં ફેંકી દીધા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન દરિયામાંથી 118 કિલો કોકેઈન સાથેના 5 થેલા અને એપલ ટેગ મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક ક્રૂ મેમ્બર દરિયામાં કૂદી ગયો હતો. આ મામલે પોલીસે દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેતા નાઈજીરિયન અને યુગાન્ડાના બે રિસીવરો સહિત એક ક્રૂ મેમ્બરની અટકાયત કરી છે અને જહાજમાંથી છુપાવેલા સેટેલાઇટ ફોન પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

App Store