Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Two men from Kutch who cheated traders were caught

VIDEO: વેપારીઓ સાથે ઠગાઈ કરનાર કચ્છના બે શખ્સો પકડાયા, આંગડિયા મારફતે આ રીતે કરતા હતા છેતરપિંડી

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત અને મુંબઈમાં વેપારના નામે ઠગાઈ કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. કચ્છના જગદીશ ઠક્કર અને મુકેશ સોરઠીયા વેપારીઓને નિશાનો બનાવવાના હેતુથી તેમનો સંપર્ક કરતા હતા. માલ ખરીદવાના બહાને રકમ નક્કી કરી વધારાની રકમ આંગડિયા દ્વારા મોકલવાનું કહેતા. આંગડિયા પેઢીના કર્મચારી તરીકે ફોન કરીને રૂપિયા આવી ગયાનું જણાવી, વધારાની રકમ અન્ય વેપારીને ટ્રાન્સફર કરાવી લેતા.

App Store

આ રીતે 5 હજારથી 15 હજાર રૂપિયા સુધીની ઓનલાઈન ઠગાઈ આચરતા હતા. કાગડાપીઠ અને કાલુપુર પોલીસ સ્ટેશનના ત્રણ કેસનું રહસ્ય ઉકેલાયું છે. જગદીશ અગાઉ આંગડિયા પેઢીમાં કામ કરતો હતો. આરોપીઓએ અત્યાર સુધીમાં લગભગ 2 કરોડની ઠગાઈ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.