Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Gandhidham news: Horses did not run on Dussehra day, heavy rain and wind dampened the mood of burning Ravana's effigy

Gandhidham news : દશેરાના દિવસે ઘોડું ન દોડયું, ભારે વરસાદ અને પવનથી રાવણના પૂતળા દહનનું સૂરસૂરિયું

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Gandhidham news : દશેરાના દિવસે ઘોડું ન દોડયું, ભારે વરસાદ અને પવનથી રાવણના પૂતળા દહનનું સૂરસૂરિયું
સોર્સ : GSTV

Gandhidham news : કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગુરુવારે (2 ઓક્ટોબર) ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસ્યો છે. બીજી તરફ, દશેરાના તહેવારમાં ગાંધીધામમાં ભારે પવન-વરસાદને કારણે રાવણનું પૂતળું  ધરાશાયી થયો હતો. 

App Store

ગાંધીધામમાં ભારે પવન-વરસાદને કારણે રાવણ ધરાશાયી
ગાંધીધામમાં અગ્રવાલ સમાજ દ્વારા વિજયાદશમીના પાવન દિવસે રાવણદહનની ઉજવણી કરી હતી. પરંતુ રાવણદહનમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને રાવણનું પૂતળું પડી ગયું હતું 

ગાંધીધામ સહિત કચ્છના અનેક વિસ્તારોમાં આજે (2 ઓક્ટોબર) સાંજના સમયે પવન સાથે વરસાદ વરસ્યો છે, ત્યારે ગાંધીધામમાં ખુલ્લા મેદાનમાં ઊભા કરાયેલું રાવણનું પૂતળું ધરાશાયી થયું હતું. જેથી આયોજકોએ ઊંધા મોઢે પડેલા રાવણના પૂતળાનું દહન કરીને પરંપરા નીભાવી હતી.