Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Farmers in Kutch protest against Adani company demanding appropriate compensation

Video: કચ્છમાં યોગ્ય વળતર આપવાની માંગ સાથે ખેડૂતો દ્વારા અદાણી કંપનીનો વિરોધ, ચક્કાજામ કરી નેશનલ હાઇવે કર્યો બંધ

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કચ્છના વાંઢીયા ગામે અદાણી વીજલાઈન મુદ્દે ચાલતો વિવાદને લઇ ખેડૂત આંદોલને વેગ પકડ્યું છે. અદાણી કંપની દ્વારા પૂરતો વળતર ન અપાતા ખેડૂતો રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યું હતું. રામદેવપીર વોંધ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા ભચાઉ-સામખીયારી નેશનલ હાઇવે બંધ કરાયો છે. 

App Store

 આંદોલનને પગલે નેશનલ હાઇવે પર વાહન-વ્યવહારને અસર

અદાણી વીજલાઈન મુદ્દે ચાલતો વિવાદને લઇ ભચાઉના વાંઢીયા ગામે ખેડૂત આંદોલન વધુ મજબૂત બન્યું છે. આજે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘના પ્રમુખ અને વિવિધ જિલ્લા પ્રમુખો હાજરીમાં મહાસભાનું આયોજન કરાયું હતું અને ખેડૂતોએ નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો હતો. અદાણી કંપની દ્વારા પૂરતો વળતર ન અપાતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. રામદેવપીર વોંધ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા ભચાઉ-સામખીયારી નેશનલ હાઇવે બંધ કરાયો છે. માર્ગ પર બેસીને ખેડૂતોએ રામધૂન બોલાવી હતી. આંદોલનને પગલે નેશનલ હાઇવે પર વાહનોનો પરિવહન ખોરવાયો છે. ખેડૂતોએ તાત્કાલિક આ પડતર પ્રશ્નોના નિરાકરણની ઉગ્ર માંગ કરી છે. 

ચક્કાજામ માટે અધિકારીઓ-નેતાઓ જવાબદાર

ખેડૂતોએ જણાવ્યું હતું કે કચ્છમાં નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ માટે માત્રને માત્ર કચ્છના કલેક્ટર, એસપી અને ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો - સાંસદ જવાબદાર છે. તાત્કાલિક ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં આવે અને ટ્રાફિકજામ ખુલ્લો કરાવવામાં આવે.