VIDEO: ધોરડો-હાજીપીર રોડ પર ચક્કાજામ, વાહનચાલકો પરેશાન
સોર્સ : gstv
કચ્છના સફેદ રણ વિસ્તારના ધોરડો-હાજીપીર રોડની બિસ્માર હાલતના કારણે છેલ્લા બે દિવસથી વાહનવ્યવહાર ખોરવાયો છે. રસ્તાના ખાડા અને ખરાબીના કારણે મીઠા ભરેલા તેમજ ખાલી ટ્રેલરોમાંથી બે-ત્રણ ટ્રેલર બંધ પડી જતાં રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. ચક્કાજામની સ્થિતિ છતાં સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવા કે બંધ પડેલા ટ્રેલરો હટાવવા કામગીરી ન કરાતા વાહનચાલકોમાં રોષ છે. આસપાસ હોટેલ કે દુકાન ન હોવાથી બે દિવસથી અટવાયેલા ટ્રેલરચાલકોને ભૂખ-તરસની હાલાકી ભોગવવી પડી રહી છે. બિસ્માર રસ્તાનું સમારકામ કરવા સ્થાનિકોમાં માગ ઉઠી છે.

