VIDEO: ભૂજમાં સ્કોલરશિપને લીને ABVPનો વિરોધ
સોર્સ : gstv
ભૂજના આદિપુરના કોલેજ સર્કલ પર ABVPએ વિદ્યાર્થીઓની અટકેલી સ્કોલરશીપ મુદ્દે રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રદર્શન બાદ ABVP ના કાર્યકરોએ અંજાર ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાતમાં SC, ST, SEBC અને EWS વર્ગના હજારો વિદ્યાર્થીઓની પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક સ્કોલરશીપની ચૂકવણી લાંબા સમયથી મોડો પહોંચે છે. ડીબીટી અને આધાર-NPCI સહિત બેંક વેરિફિકેશન જેવી ટેકનિકલ ખામીઓના કારણે અરજીઓ અટવાતાં વિદ્યાર્થીઓ ફી, હોસ્ટેલ અને પુસ્તકોના ખર્ચ માટે આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે. ABVPએ રાજ્ય સરકાર પાસે બાકી રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવા અને પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવાની માંગ કરી છે.

