VIDEO: નખત્રાણામાં ડીઝલ ટાંકણ બ્લાસ્ટ થતાં 4 લોકોના કરુણ મોત, 2 ગંભીર રીતે ઘવાયાયા
સોર્સ : gstv
કચ્છના નખત્રાણામાં સંત કૃપા હોટેલ પાછળ આવેલા એક ભંગારના વાળામાં સાંજે 4 વાગ્યાના અરસામાં અચાનક ભયાનક બ્લાસ્ટ થતાં 4 લોકોના નીપજ્યા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ છોટા હાથી ગાડીની ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ થવાના કારણે આ કરુણ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ધડાકો એટલો શક્તિશાળી હતો કે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નખત્રાણા પોલીસ, SOG અને LCB સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

