સુરેન્દ્રનગર : જોરાવરનગરમાં ફાયરિંગ કરી યુવકની હત્યા કરનાર હત્યારો ઝડપાયો

Surendranagar News : સુરેન્દ્રનગરના જોરાવરનગરની મુખ્ય બજારમાં પાન પાર્લર ચલાવતા યુવક પર 5 જેટલા શખ્સોએ પૈસાની લેવડ-દેવડ મામલે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પાન પાર્લર ચલાવનારા જીતુભા ગોહિલનું મોત થયું હતું. પોલીસે આ ઘટનામાં મુખ્ય આરોપી ફાયરિંગ કરનાર વનરાજ ખાચર નામના આરોપીને ઝડપી લીધો છે, સાથે જ ગુનામાં ઉપયોગ કરવામાં આવેલા હથિયાર પણ પોલીસે કબ્જે કર્યા છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરના થાનગઢમાં ડબલ મર્ડર, ઘરમાં ઘૂસીને પિતા-પુત્રની હત્યા
ફટાકડાના પૈસાની ઉઘરાણી મામલે થયું હતું ફાયરિંગ, સારવાર દરમિયાન મોત
બે દિવસ પહેલા બની હતી. જોરાવરનગરની મુખ્ય બજારમાં જીતુભા ગોહિલ મયુર પાન પાર્લરના નામે પાનની દુકાન ચલાવતા હતા. વનરાજ ખાચર અને અન્ય 4 શખ્સોએ ત્યાં આવીને રિવોલ્વરમાંથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું હતું. ફાયરિંગની ઘટનામાં પાન પાર્લરના માલિક જીતુભા ગોહિલને ઈજા પહોંચી હતી.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેમને પા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. ફટાકડાના પૈસાની ઉઘરાણી કરવા આ શખ્સો આવ્યા હતા, ત્યારે પાન પાર્લરના માલિક સાથે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું.

