VIDEO: કપડવંજ નજીક વાત્રક નદીના કિનારે આવેલું બે હજાર વર્ષ પૌરાણિક સ્વયંભૂ ઉત્કઠેશ્વર મહાદેવનું ધામ
સોર્સ : gstv
કપડવંજ પાસે વાત્રક નદીના કિનારે આવેલું ઉત્કઠેશ્વર મહાદેવ મંદિર અંદાજે બે હજાર વર્ષ જૂનું પૌરાણિક ધામ છે. સત્યકામ જાંબાલી ઋષિની કઠોર તપશ્ચર્યાથી ભોળાનાથ પોતાની ઉત્કંઠાથી કંઠમાં પ્રગટ થયા હોવાથી આ તીર્થ 'ઉત્કઠેશ્વર' તરીકે ઓળખાય છે.આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે શિવલિંગ જમીનથી ૩ ફૂટ નીચે ધરામાં આવેલું છે, જે ભારતમાં એકમાત્ર છે. શ્રાવણ માસમાં લાખો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. અહીં શ્રીફળ કે લીલા નાળિયેરની બાધા રાખવાથી નિઃસંતાન દંપતીઓને સંતાનપ્રાપ્તિ થાય છે તેવી શ્રદ્ધાળુઓની આસ્થા છે. કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન જેટલું જ પુણ્ય આ પવિત્ર શિવલિંગના દર્શનથી મળે છે.

