VIDEO: કઠલાલની શાળામાં શિક્ષક શંકાસ્પદ નશાની હાલતમાં ઝડપાયા
સોર્સ : gstv
કઠલાલ તાલુકાના પીઠાઈ ગામની પીઠેશ્વરી વિદ્યામંદિરમાં જિલ્લા શિક્ષણ અધિકારીની સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન ધોરણ-10ના શિક્ષક કમલેશ પટેલની વર્તણૂક શંકાસ્પદ જણાઈ હતી. ચહેરા પર સોજો અને આંખો લાલ હોવાથી શિક્ષક નશાની હાલતમાં હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોલીસને જાણ કરતાં પોલીસે શિક્ષકને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલ્યા હતા. હવે મેડિકલ રિપોર્ટમાં નશાની પુષ્ટિ થાય છે કે નહીં તેના આધારે શિક્ષક સામે નિયમ મુજબ કાર્યવાહી થઈ શકે છે. રિપોર્ટ પોઝિટિવ આવે તો સસ્પેન્શન સહિતની કાર્યવાહી થવાની શક્યતા છે.

