VIDEO: નડિયાદમાં પોસ્ટલ બેલેટથી થયેલા મતદાનમાં ગંભીર આક્ષેપ, પૂઠાની મત પેટી સીલ વગરની જોવા મળી
અમદાવાદ બાદ નડિયાદમાં પણ પોસ્ટલ બેલેટથી થયેલા મતદાનમાં ગંભીર આક્ષેપ લાગ્યાં છે. સરકારી કર્મચારીઓ માટે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાનમાં ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનના દ્રશ્યો સામે આવ્યાં છે. નડિયાદના સરદાર ભવનમાં યોજાયેલા મતદાન પ્રક્રિયામાં મતદાન માટે રાખવામાં આવેલી પૂઠાની મત પેટી સીલ વગરની જોવા મળી હતી. સીલ વગરની મત પેટીનો ઉપયોગ સુરક્ષા અને ગોપનીયતા સામે ગંભીર સવાલ ઊભા કરે છે.
આ સિવાય પ્રક્રિયા દરમિયાન જવાબદાર ચૂંટણી અધિકારી ઘટનાસ્થળે હાજર ન હતા, જેના કારણે સમગ્ર મતદાન પ્રક્રિયા રામભરોસે જોવા મળી હતી. ભાજપ સાથે સંકળાયેલા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રણવ સાગર ચૂંટણીના નોડલ અધિકારી તરીકે ઓફિસમાં ફરજ બજાવતા દેખાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. ભાજપના સક્રિય કાર્યકર સાથે સરકારી ઓફિસર તરીકે કામગીરી બજાવતા હોવાના ગંભીર આક્ષેપ થયા છે.

