VIDEO: મહેમદાવાદની મોદજ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલની મનમાની અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ
સોર્સ : gstv
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામની રણમુક્તેશ્વર પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ રમેશભાઈ સામે ભારે મનમાની, ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે. તેમણે શાળાને પોતાની માલિકીની ગણી મનસ્વી નિર્ણયો લેતા હોવાનું કહેવાય છે. જૂના ઓરડા તોડવાનો ૨૬ હજાર રૂપિયાનો કોન્ટ્રાક્ટ મકસુદ મેહમુદ મિયાંને અપાયો હતો. ત્યાં લોખંડના સળિયા કાપવા માટે શાળાના ઘરેલુ ગેસ બોટલનો ગેરકાયદેસર ઉપયોગ થતો હતો. જવાબદાર સ્ટાફ અને એન્જિનિયરની ગેરહાજરીમાં ચાલતા કામને કારણે લાખો રૂપિયાનો નવો હોલ મિનિટોમાં જમીનદોસ્ત થયો હતો. શાળાને તાળાં મારી પ્રિન્સિપાલ ગાયબ રહેતાં કારીગરો બેફામ બન્યા છે. માસૂમ બાળકોના જીવ સાથે ખીલવાડ કરતી આ પોલમપોલ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે

