VIDEO: રેલવે ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસ્યા, યુરિયા અને સિમેન્ટને નુકસાન
સોર્સ : gstv
ખેડા જિલ્લાના નડિયાદ રેલવે ગોડાઉનમાં ભારે વરસાદ દરમિયાન પાણી ઘૂસી જતાં સરકારી માલસામાનને નુકસાન થયું છે. વરસાદી પાણીના કારણે યુરિયા ખાતરની અંદાજે 76 બોરીઓ પલળી ગઈ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત 700થી 800 જેટલી સિમેન્ટની થેલીઓ પણ પાણીમાં પલળી જતાં ગઠ્ઠા બની ગઈ છે. ગોડાઉનમાં પાણી ભરાવાથી સંગ્રહ વ્યવસ્થા અને જાળવણી સામે પણ સવાલો ઊભા થયા છે. વરસાદી માહોલ વચ્ચે થયેલા આ નુકસાનની તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.

