VIDEO: ડાકોરમાં વિધ્નહર્તાને વિદાય, સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે વિસર્જન
સોર્સ : gstv
ડાકોર શહેરમાં ગણપતિ બાપ્પાની દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલે ધામધૂમથી નીકળી હતી. ૧૦ દિવસના આ મહામહોત્સવ બાદ સમગ્ર શહેર ગણેશમય બન્યું હતું. ગરબા અને ભક્તિગીતોના તાલે માનવ મહેરમણ ઉમટી પડ્યું હતું, જ્યાં ભક્તોએ 'અગલે બરસ તું જલ્દી આના'ના નારા સાથે વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપી હતી. ડાકોર નગરપાલિકા દ્વારા શહેરથી ત્રણ કિલોમીટર દૂર મોખા તલાવડી ખાતે વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિસર્જન સ્થળે મહાઆરતી અને પૂજા-અર્ચના કરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આશરે ૩૦૦થી ૪૦૦ નાની મૂર્તિઓ અને ૨૮ જેટલી મોટી પ્રતિમાઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.

