VIDEO: ડાકોરમાં આસ્થાનું ઘોડાપૂર, રણછોડરાયજીના મંદિરે ભગવાનના જન્મોત્સવ માટે ભક્તો ઉત્સુક
સોર્સ : gstv
જન્માષ્ટમીના પાવન અવસરે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભક્તિનું અપાર ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્યભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ સવારથી જ શ્રી રણછોડરાયજી મંદિરે પહોંચીને દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર તેમજ નગર જય રણછોડ, માખણચોરના ગુંજતા નારાઓ સાથે સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું છે. ભક્તોની લાંબી કતારો અને અદ્ભુત ઉત્સાહથી પર્વનું વાતાવરણ દીપી ઉઠ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે ડાકોર આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

