VIDEO: ખેડાના લવાલમાં મહિપતસિંહના પુત્ર સામે મારામારીની વળતી ફરિયાદથી નવો વળાંક
સોર્સ : gstv
ખેડાના લવાલ ગામે થયેલી મારામારીની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મહિપતસિંહ ચૌહાણના પુત્ર કૃષ્ણપાલસિંહ સહિત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવા બાબતે મામલો ઉગ્ર બન્યો હતો. કૃષ્ણપાલસિંહે ફરિયાદીના માથામાં લોખંડની પાઇપ મારી હોવાનો આક્ષેપ કરાયો છે. મહિપતસિંહની પત્ની પણ પાઇપ લઈને હુમલો કરવા પહોંચી હોવાનો વીડિયો વાયરલ થયો છે. અગાઉ કૃષ્ણપાલસિંહ પર હુમલા અંગે નવ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે સામસામે ફરિયાદો નોંધાતાં માતર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

