Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : 4 notorious accused who attacked and robbed an elderly man in Kheda Surashamal arrested

VIDEO: ખેડાના સુરાશામળમાં વૃદ્ધ પર હુમલો કરી લૂંટ ચલાવનાર ૪ કુખ્યાત આરોપીઓ ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડાના ચકલાસી પોલીસ સ્ટેશન હેઠળના સુરાશામળ ગામે વૃદ્ધ પર હુમલો કરી લૂંટ ચલાવનાર ૪ કુખ્યાત આરોપીઓ ઝડપાયા છે... લૂંટારુઓએ ઘરમા ઘૂસીને વૃદ્ધનું ઓશીકા વડે મોં દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને બચાવવા વચ્ચે પડેલા ફરિયાદી પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે  ઘાતક હથિયારો સાથે ૪ કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સ્થાનિક શખ્સોએ જ અમદાવાદથી સાગરીતોને બોલાવીને લૂંટની મુખ્ય ટીપ આપી હતી. અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ કેસમાં સંડોવાયેલા અન્ય ૩ ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newskhedacrime